કેમ છો મિત્રો, CCE (વર્ગ-3) ની નવી પેપર સ્ટાઈલ આવી ત્યારથી ગુજરાતી ગદ્ય સમીક્ષા એટલે કે Comprehension નું વજન બહુ વધી ગયું છે. પરીક્ષામાં એક મોટો ફકરો આપ્યો હોય અને એની નીચે પ્રશ્નો હોય. ઘણા છોકરાઓ શું ભૂલ કરે છે? એ પહેલા આખો ફકરો બે વાર વાંચે, પછી પ્રશ્ન વાંચે અને ફરી પાછા ફકરામાં જવાબ શોધવા જાય. આમાં તમારો 10 થી 15 મિનિટનો સમય બગડી જાય છે.
આજે Gujarati Job Quiz ના આ લેખમાં આપણે GSSSB અને CCE ની પરીક્ષામાં પૂછાય એવા કડક લેવલના ૩ ફકરાઓ અને વ્યાકરણના પ્રશ્નોની લાઈવ ટેસ્ટ લઈને આવ્યા છીએ. આ ટેસ્ટ જાતે સોલ્વ કરો અને તમારી તૈયારી ચકાસો.
ફકરામાંથી જવાબ શોધવાની દેશી ટ્રીક (Smart Method)
- પહેલા ફકરો નહિ, પ્રશ્નો વાંચો: પરીક્ષામાં ક્યારેય સીધો ફકરો વાંચવા નહિ બેસવાનું. સૌથી પહેલા નીચે આપેલા ૫ પ્રશ્નો ફટાફટ વાંચી લો. આનાથી તમારા મગજમાં અમુક શબ્દો (Keywords) છપાઈ જશે.
- સ્કેનિંગ (Scanning) કરો: પ્રશ્નો વાંચ્યા પછી જ્યારે તમે ફકરો વાંચશો, ત્યારે પેલા પ્રશ્નો વાળા શબ્દો ફકરામાં જ્યાં પણ દેખાય, ત્યાં પેનથી અંડરલાઈન કરી લો. ૯૦% જવાબ એ લાઈનમાં જ છુપાયેલો હોય છે.
- શીર્ષક (Title) ના પ્રશ્નો: ફકરાનું યોગ્ય શીર્ષક આપવાનો પ્રશ્ન હંમેશા છેલ્લે સોલ્વ કરવો.
ફકરો ૧ (પ્રશ્ન 1 થી 5)
"ગુજરાતનો સાંસ્કૃતિક અને વ્યાપારી ઇતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે. પ્રાચીન કાળથી જ ગુજરાતના બંદરો થકી વિદેશ સાથેનો વેપાર ધમધમતો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિના અતિ મહત્વના કેન્દ્રો લોથલ અને ધોળાવીરા ગુજરાતની ધરતી પરથી જ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે હજારો વર્ષો પહેલાં પણ અહીં નગર આયોજન અને દરિયાઈ વેપાર શિખર પર હતા. પ્રજાની સાહસિક વૃત્તિ અને વિશાળ દરિયાકિનારાએ ગુજરાતને હંમેશા આર્થિક રીતે આબાદ રાખ્યું છે."
૧) લોથલ અને ધોળાવીરા કઈ સંસ્કૃતિના મહત્વના કેન્દ્રો હતા?
૨) પ્રાચીન સમયમાં ગુજરાતનો વિદેશ વેપાર મુખ્યત્વે કયા માર્ગે થતો હતો?
૩) ફકરામાં વપરાયેલ 'આબાદ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
૪) આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
૫) આ ફકરાને સૌથી યોગ્ય શીર્ષક કયું આપી શકાય?
ફકરો ૨ (પ્રશ્ન 6 થી 10)
"આધુનિક ટેકનોલોજી અને ઈન્ટરનેટના વ્યાપે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આજે અંતરિયાળ ગામડામાં બેઠેલો વિદ્યાર્થી પણ દુનિયાની શ્રેષ્ઠ માહિતી આંગળીના ટેરવે મેળવી શકે છે. જોકે, આ સુવિધાનો એક મોટો ગેરફાયદો એ છે કે વિદ્યાર્થીઓમાં મૌલિક વિચારસરણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેઓ દરેક સમસ્યાના સમાધાન માટે ગુગલ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર નિર્ભર થતા જાય છે. ભવિષ્યમાં શિક્ષકની ભૂમિકા માત્ર માહિતી આપનાર તરીકેની નહિ, પરંતુ સાચું માર્ગદર્શન આપનાર તરીકેની રહેશે."
૬) ટેકનોલોજીના આવવાથી શિક્ષણમાં કયો મોટો હકારાત્મક બદલાવ આવ્યો છે?
૭) ફકરા મુજબ, ભવિષ્યમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા કેવી હશે?
૮) 'અંતરિયાળ' શબ્દનો યોગ્ય અર્થ કયો છે?
૯) ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓમાં કઈ મોટી ખામી ઊભી થઈ છે?
૧૦) આ ફકરાનું યોગ્ય શીર્ષક શું હોઈ શકે?
ફકરો ૩ (પ્રશ્ન 11 થી 15)
"લોકશાહી દેશની સફળતાનો મુખ્ય આધાર તેના જાગૃત નાગરિકો અને પારદર્શક વહીવટીતંત્ર પર રહેલો છે. મોટાભાગે નાગરિકો પોતાના 'મૂળભૂત હકો' પ્રત્યે ખૂબ સભાન હોય છે, પરંતુ પોતાની 'ફરજો' પ્રત્યે ઉદાસીનતા સેવે છે. રસ્તા પર કચરો ન ફેંકવો, કરવેરા પ્રમાણિકતાથી ભરવા અને જાહેર મિલકતનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. જ્યાં સુધી હક અને ફરજનું સંતુલન નહિ જળવાય, ત્યાં સુધી દેશનો સાચો વિકાસ શક્ય નથી."
૧૧) લોકશાહીની સફળતાનો આધાર કોના પર છે?
૧૨) ફકરા મુજબ નાગરિકો સામાન્ય રીતે કઈ બાબત પ્રત્યે ઉદાસીન હોય છે?
૧૩) 'પારદર્શક વહીવટ' એટલે કેવો વહીવટ?
૧૪) 'ઉદાસીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય?
૧૫) દેશનો સાચો વિકાસ ક્યારે શક્ય છે?
ગુજરાતી વ્યાકરણ (પ્રશ્ન 16 થી 25)
૧૬) રૂઢિપ્રયોગનો અર્થ આપો: 'અક્કલનો ઓથમીર'
૧૭) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: 'જેની પત્ની મરી ગઈ હોય તેવો પુરુષ'
૧૮) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
૧૯) 'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો.
૨૦) 'અવનિ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય?
૨૧) કહેવતનો અર્થ આપો: 'બાવાના બેય બગડવા'
૨૨) રૂઢિપ્રયોગનો અર્થ આપો: 'આકાશ પાતાળ એક કરવા'
૨૩) પંક્તિનો છંદ ઓળખાવો: "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા"
૨૪) નિપાત ઓળખાવો: "મારે માત્ર દૂધ પીવું છે."
૨૫) સંધિ છોડો: 'સૂર્યોદય'
🏆 તમારું રિઝલ્ટ: 0 / 25
તમે જે પ્રશ્નો ખોટા કર્યા છે કે છોડી દીધા છે, તેનું સાચું સોલ્યુશન ઉપર દરેક પ્રશ્નની નીચે લીલા કલરમાં ખૂલી ગયું છે. ચેક કરી લો!

0 Comments