ભારતીય બંધારણ: 25 માર્કસની ટેસ્ટ (સમજૂતી સાથે)
કેમ છો મિત્રો, Gujarat Job Quiz પર તમારું ફરી એકવાર સ્વાગત છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ અને બંધારણ (Constitution) ન નડે એવું તો બને જ નહિ. ઘણીવાર બંધારણ વાંચતી વખતે મગજનું દહીં થઈ જતું હોય છે અને કલમો યાદ રાખવામાં માથાનો દુખાવો થાય છે. પણ જો એકવાર આની પાછળના નિયમો અને અનુચ્છેદ બરાબર સમજી લો ને, તો પરીક્ષામાં આના જેવા રોકડા માર્ક એકેય વિષયમાં નથી મળતા.
આ ટેસ્ટ તમારા માટે કેમ ખાસ છે?
ભારત દેશને વ્યવસ્થિત ચલાવવા માટે આપણી લોકશાહીના ત્રણ મુખ્ય સ્તંભો છે: સંસદ, રાષ્ટ્રપતિ અને ન્યાયપાલિકા. આ વ્યવસ્થામાં સંસદનું કામ દેશના હિત માટે નવા કાયદા ઘડવાનું છે, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા તરીકે તે કાયદાઓ પર પોતાની આખરી મંજૂરી આપે છે, જ્યારે ન્યાયપાલિકા કોઈપણ દબાવ વગર તે કાયદાઓનું રક્ષણ કરીને લોકોને સાચો ન્યાય અપાવે છે. ટૂંકમાં, આ ત્રણેય અંગો સાથે મળીને આખા દેશની શાસન વ્યવસ્થાને મજબૂતાઈથી ચલાવે છે.
ટેસ્ટ આપવાના નિયમો:
- તમને જે સાચો વિકલ્પ લાગે તેના પર ક્લિક કરો. બોક્સ ડાર્ક (ગ્રે) કલરનું થઈ જશે.
- જો જવાબ કાઢી નાખવો હોય, તો નીચે 'clear option' નું લાલ બટન દબાવજો.
- છેલ્લે 'ટેસ્ટ સબમિટ કરો' બટન દબાવજો, રિઝલ્ટ અને દરેક પ્રશ્નની સમજૂતી ખુલી જશે.
🏛️ બંધારણ મેગા ટેસ્ટ (25 પ્રશ્નો)
છેલ્લી બે કામની વાત...
પરીક્ષા માટે બંધારણના ૩ મોસ્ટ IMP અનુચ્છેદ (બોનસ માહિતી)
મિત્રો, ટેસ્ટ આપવાની સાથે-સાથે આ ૩ કલમો અત્યારે જ પાકી કરી લો, કારણ કે પરીક્ષામાં આ વારંવાર પૂછાય છે:
- અનુચ્છેદ ૩૨ (બંધારણીય ઇલાજોનો અધિકાર): આ કલમ એટલી અગત્યની છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ અનુચ્છેદને 'બંધારણનો આત્મા અને હૃદય' કહ્યો હતો. જો આપણા મૂળભૂત અધિકારોનું કોઈ હનન કરે, તો આ કલમ હેઠળ આપણે સીધા સુપ્રીમ કોર્ટ (સર્વોચ્ચ અદાલત) માં જઈ શકીએ છીએ.
- અનુચ્છેદ ૪૦ (ગ્રામ પંચાયતની સ્થાપના): પંચાયતી રાજની તૈયારી કરતા હોવ તો આ કલમ ખાસ પૂછાય છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે, તેવું બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આ અનુચ્છેદમાં લખેલું છે. આ ગાંધીજીના વિચારો આધારિત કલમ છે.
- અનુચ્છેદ ૩૬૦ (નાણાકીય કટોકટી): ભારતમાં જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી લગાવી શકે છે. પણ તમારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ભારતમાં હજી સુધી એક પણ વાર નાણાકીય કટોકટી લાગી નથી! પરીક્ષામાં ઓપ્શનમાં 'એક પણ વાર નહીં' એવું લખ્યું હોય તો ત્યાં જ ટીક કરજો.
તો મિત્રો, આવી જ રીતે દરેક પ્રશ્નની પાછળનું સાચું કારણ સમજીને તૈયારી કરશો તો પરીક્ષા ગમે તેવી અઘરી હશે, તમને પાસ થતા કોઈ નહિ રોકી શકે. જો તમને આપણી આ નવી સમજૂતીવાળી સિસ્ટમ ગમી હોય, તો તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રૂપમાં આ લિંક ખાસ શેર કરજો, જેથી બીજા મિત્રોને પણ હેલ્પ મળી રહે.
તમારો સ્કોર કેટલો આવ્યો તે નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. મહેનત ચાલુ રાખજો, મળતા રહીશું.

0 Comments