આ 25 માર્કસની ટેસ્ટ કેમ ખાસ છે?
આ ટેસ્ટમાં આપણે ટકાવારી, નફો-ખોટ, સમય-કાર્ય, ઉંમરના દાખલા, ટ્રેન અને સાદા/ચક્રવૃદ્ધિ વ્યાજના સૌથી વધુ પૂછાતા 25 દાખલા લીધા છે. જો કોઈ દાખલો અઘરો લાગે, તો પેપરમાં ટાઈમ બગાડવા કરતા એને છોડી દેતા (Skip કરતા) શીખવાનું છે. રિઝલ્ટમાં તમને સાચા, ખોટા અને સ્કીપ કરેલા પ્રશ્નોનું એનાલિસિસ જોવા મળશે.
🚀 ટેસ્ટ આપવાના સાવ સીધા નિયમો:
- જેવો તમે કોઈ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એ બોક્સ ગ્રે (ડાર્ક) કલરનું થઈ જશે.
- જો કોઈ દાખલો ના આવડે કે ટાઈમ વધારે લેતો હોય, તો તેને છોડી (Skip કરી) દેજો.
- જો જવાબ બદલવો હોય તો જવાબ કાઢી નાખો નું લાલ બટન દબાવજો.
- છેલ્લે ટેસ્ટ સબમિટ કરો બટન દબાવશો એટલે તમારું રિઝલ્ટ અને દરેક દાખલાની શોર્ટ ટ્રિકવાળી સમજૂતી ખુલી જશે.
ગણિત (Maths) એડવાન્સ ટેસ્ટ
ગણિતમાં માર્કસ ખેંચવાના 3 ગોલ્ડન રૂલ્સ (બોનસ માહિતી)
મિત્રો, ગણિતમાં ક્યારેય ડરવાની જરૂર નથી. મોટાભાગના દાખલાઓ માત્ર લોજીક અને શોર્ટ ટ્રિક્સથી સોલ્વ થઈ જાય છે. પરીક્ષા પહેલા આ 3 વાતો ખાસ મગજમાં ફિટ કરી લેજો:
- પાયો મજબૂત કરો: ગમે તેટલી શોર્ટ ટ્રિક્સ શીખી લો, પણ જો સરવાળા-બાદબાકીમાં ભૂલ પડતી હશે તો જવાબ ખોટો જ આવશે. એટલે રોજ 1 થી 25 ના ઘડિયા, 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન ફરજિયાત પાકા કરી લો. ગણતરીની સ્પીડ ડબલ થઈ જશે.
- ટકાવારીનું ટેબલ (Fraction to Percentage): નફો-ખોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓ સેકન્ડોમાં સોલ્વ કરવા માટે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવતા આવડવું જોઈએ. દા.ત. $1/2 = 50\%$, $1/4 = 25\%$, $1/3 = 33.33\%$. આ ટેબલ મોઢે કરી નાખજો.
- દાખલા છોડવાની કળા (Art of Skipping): પરીક્ષામાં 100 માંથી 100 નથી લાવવાના! જો કોઈ દાખલો 1 મિનિટથી વધુ સમય ખાતો હોય, તો ભલે એ આવડતો હોય છતાં તેને તરત Skip કરી દો. બાકીના સહેલા પ્રશ્નો પહેલા એટેમ્પ્ટ કરો. પેપર પૂરું થાય પછી સમય વધે તો જ અઘરા દાખલા ગણવા બેસો.
આજના આ ટેસ્ટમાં જો તમારો સ્કોર ઓછો આવ્યો હોય તો મુંઝાતા નહિ, દરેક ખોટા પડેલા દાખલાની નીચે આપેલી શોર્ટ ટ્રિક્સ બે વાર વાંચીને નોટબુકમાં લખી લેજો.

0 Comments