ભારતમાં કંપની શાસન અને તેનો વિકાસ: સ્પર્ધાત્મક પરીક્ષા માટે માસ્ટર નોટ્સ
૧. કંપની શાસનની શરૂઆત: પ્લાસી અને બક્સર
મિત્રો, 1600 ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માત્ર વેપાર કરવા આવી હતી. પણ 1757 માં પ્લાસીનું યુદ્ધ અને 1764 માં બક્સરનું યુદ્ધ જીત્યા પછી તેઓ બંગાળ, બિહાર અને ઓરિસ્સાના રાજા (દીવાની સત્તાના માલિક) બની ગયા. હવે કંપનીના અમલદારો બેફામ લૂંટ ચલાવવા માંડ્યા અને બ્રિટિશ સરકારને લાગ્યું કે જો આમ જ ચાલશે તો કંપની ડૂબી જશે. એટલે બ્રિટિશ સંસદે કંપનીને કંટ્રોલમાં લેવા માટે કાયદા (Acts) બનાવવાનું શરૂ કર્યું.૨. રેગ્યુલેટિંગ એક્ટ - 1773 (નિયમન ધારો)
આ કાયદો કંપનીને સીધી કરવા માટે બ્રિટિશ સંસદનો પહેલો હથોડો હતો.- શું ફેરફાર થયો? બંગાળના ગવર્નરને પ્રમોશન આપીને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દીધો.આ પહેલો ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ.
- મોટું કામ: આ કાયદા હેઠળ જ 1774 માં કલકત્તામાં પહેલી સુપ્રીમ કોર્ટ બની, જેના પહેલા જજ સર એલિઝા ઈમ્પે હતા. હવે મુંબઈ અને મદ્રાસના ગવર્નરો પણ બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે આવી ગયા.
૩. પિટ્સ ઇન્ડિયા એક્ટ - 1784
રેગ્યુલેટિંગ એક્ટમાં અમુક ખામીઓ હતી, એટલે બ્રિટનના વડાપ્રધાન વિલિયમ પિટ્ટે આ નવો કાયદો કાઢ્યો.- શું ફેરફાર થયો? કંપનીના કામને બે ભાગમાં વહેંચી દીધું: વેપારનું કામ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે, અને રાજકારણ (લડાઈ, વહીવટ) નું કામ સંભાળવા લંડનમાં એક નવું 6 સભ્યોનું બોર્ડ ઓફ કંટ્રોલ (નિયંત્રણ મંડળ) બનાવ્યું. એટલે કે હવે ભારત પર કંપની અને બ્રિટિશ સરકાર બંનેનું રાજ ચાલવા લાગ્યું (દ્વિમુખી શાસન).
૪. ચાર્ટર એક્ટ્સ (Charter Acts) ની સિરીઝ
બ્રિટિશ સરકાર દર 20 વર્ષે કંપનીના લાયસન્સ (ચાર્ટર) રિન્યૂ કરતી હતી અને દર વખતે કંપનીના પાવર કાપતી જતી હતી:- ચાર્ટર એક્ટ - 1813: કંપનીનો વેપાર કરવાનો ઈજારો (Monopoly) ખતમ કરી નાખ્યો! પણ બે વસ્તુઓ - ચા નો વેપાર અને ચીન સાથેનો વેપાર - કંપની પાસે જ રાખ્યા. શિક્ષણ માટે પહેલીવાર 1 લાખ રૂપિયા મંજૂર કર્યા.
- ચાર્ટર એક્ટ - 1833: આ કાયદાથી ભારતનું 100% સેન્ટ્રલાઈઝેશન થયું. બંગાળના ગવર્નર જનરલને આખા ભારતનો 'ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા' બનાવી દીધો! અને એ પહેલો માણસ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. કંપનીનો ચા અને ચીન સાથેનો વેપાર પણ છીનવી લીધો અને તેને ફક્ત રાજ કરવા માટે જ રાખી.
- ચાર્ટર એક્ટ - 1853: આ કાયદો છેલ્લો હતો. લોર્ડ ડેલહાઉસીએ આ કાયદા અંતર્ગત પહેલીવાર આઈસીએસ (ICS - કલેક્ટર) ની પરીક્ષા માટે દરવાજા ખુલ્લા મૂક્યા.
બોનસ પોઈન્ટ: ગોખ્યા વગર સાલવારી અને કાયદા યાદ રાખવાની ટ્રીક
મિત્રો, જો તમે ધ્યાન આપશો તો આ કાયદાઓની સાલ ગોખવાની જરૂર નહિ પડે. શરૂઆત કરો 1773 (રેગ્યુલેટિંગ એક્ટ) થી. હવે એમાં સીધા 20 વર્ષ ઉમેરો એટલે 1793 (પહેલો ચાર્ટર). વળી 20 ઉમેરો એટલે 1813 (બીજો ચાર્ટર). વળી 20 ઉમેરો એટલે 1833 (ત્રીજો ચાર્ટર), અને વળી 20 ઉમેરો એટલે 1853 (ચોથો ચાર્ટર).🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 25
સાચા જવાબો અને સમજૂતી (Solutions)
1) ભારતમાં વેપાર કરવા આવનાર યુરોપિયન પ્રજામાં સૌથી છેલ્લે કઈ પ્રજા આવી હતી?
2) ઈ.સ. 1608 માં સુરત બંદરે આવનાર પ્રથમ અંગ્રેજ જહાજ 'હેક્ટર' નો કપ્તાન કોણ હતો?
3) બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા મુઘલ બાદશાહે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની સત્તાવાર પરવાનગી આપી હતી?
4) અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ભારતમાં સર્વોચ્ચતા સ્થાપવા કયા યુદ્ધો લડાયા હતા?
5) ઇતિહાસ પ્રસિદ્ધ 'પ્લાસીનું યુદ્ધ' ક્યારે લડાયું હતું?
6) બક્સરના યુદ્ધ (1764) માં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું?
7) કયા યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 'દીવાની સત્તા' (મહેસૂલ ઉઘરાવવાની સત્તા) મળી?
8) ભારતમાં 'સહાયકારી યોજના' (Subsidiary Alliance) કોણે શરૂ કરી હતી?
9) ભારતમાં 'ખાલસા નીતિ' (Doctrine of Lapse) નો અમલ કોણે કર્યો હતો?
10) બંગાળમાં 'દ્વિમુખી શાસન પદ્ધતિ' (Dual Government) કોણે દાખલ કરી હતી?
11) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હતી? (અહીં 1773 ના એક્ટ મુજબ બંગાળનો ગવર્નર જનરલ સમજવો)
12) ભારતમાં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો કોણે પસાર કર્યો?
13) બ્રિટિશ ભારતમાં પ્રથમ રેલવે લાઇન (મુંબઈથી થાણા) કયા વર્ષે શરૂ થઈ?
14) 'ભારતમાં અંગ્રેજી શિક્ષણના પિતા' તરીકે કોને ઓળખવામાં આવે છે?
15) અંગ્રેજોના સમયમાં બનેલી 'બ્લેક હોલ ટ્રેજેડી' (કાળકોઠરીની ઘટના) કયા નવાબના સમયમાં બની હતી?
16) ભારતમાં સિવિલ સર્વિસીસ (સનદી સેવાઓ) નો પાયો કોણે નાખ્યો હતો?
17) નીચેનામાંથી કયો ગવર્નર જનરલ પોતાની 'ઉદાર' નીતિઓ અને 'પ્રેસની મુક્તિ' માટે જાણીતો છે?
18) 'વાંડીવાશનું યુદ્ધ' (1760) કોના વચ્ચે લડાયું હતું, જેનાથી ભારતમાં ફ્રેન્ચ સત્તાનો અંત આવ્યો?
19) 'ઠાક પ્રથા' (Thuggee) નો નાશ કયા ગવર્નર જનરલના સમયમાં થયો હતો?
20) ડેલહાઉસીએ કયા બહાના હેઠળ 'અવધ' રાજ્યને ખાલસા કર્યું હતું?
21) ભારતમાં પ્રથમ પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રાફ સેવા કોના શાસનકાળમાં શરૂ થઈ?
22) 'વુડ્સ ડિસ્પેચ' (1854) નો સંબંધ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે હતો?
23) ભારતમાં 'જમીન મહેસૂલ કાયમી જમાબંધી' (Permanent Settlement) 1793 માં કોણે લાગુ કરી?
24) 'આંગ્લ-મૈસુર વિગ્રહ' દરમિયાન 'મૈસુરનો વાઘ' (Tiger of Mysore) તરીકે કોણ જાણીતું હતું?
25) કંપની શાસનનો અંત કયા વર્ષના 'ભારત શાસન અધિનિયમ' દ્વારા કરવામાં આવ્યો?

0 Comments